પહેલીવાર તાલિબાની નેતા બરાદર સાથે ટ્રમ્પે કરી વાત, જાણો કેમ કૂણું પડ્યું અમેરિકા?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ઘાની બરાદર સાથે વાત કરી છે. બંને વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા અંગે વાતચીત થઈ. વ્હાઈટ હાઉસે આ અંગે જાણકારી આપી અને જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ અને આતંકવાદી સમૂહ વચ્ચેની આ પહેલી વાતચીત છે. 

પહેલીવાર તાલિબાની નેતા બરાદર સાથે ટ્રમ્પે કરી વાત, જાણો કેમ કૂણું પડ્યું અમેરિકા?

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ઘાની બરાદર સાથે વાત કરી છે. બંને વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા અંગે વાતચીત થઈ. વ્હાઈટ હાઉસે આ અંગે જાણકારી આપી અને જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ અને આતંકવાદી સમૂહ વચ્ચેની આ પહેલી વાતચીત છે. 

ટ્રમ્પ અને તાલિબાન વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે જ્યારે હાલમાં જ તાલિબાને પોતાની વાતથી યુટર્ન લેતા કહ્યું હતું કે જ્યાં સુધી તેના કેદીઓને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી તે અફઘાન શાંતિવાર્તામાં સામેલ થશે નહીં. 

મંગળવારે બરાદર સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે હિંસામાં ઘટાડો કરવા ઉપર પણ ભાર મૂક્યો. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની શાંતિ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અમે સતત સમર્થન આપવા માટે તૈયાર છીએ. અત્રે જણાવવાનું કે યુએસ અને તાલિબાન વચ્ચે સ્થાયી શાંતિને લઈને એક સમજૂતિ થઈ હતી. 

જુઓ LIVE TV

વ્હાઈટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પે તાલિબાનને કહ્યું હતું કે તે ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિઓ સાથે આંતર અફઘાન વાર્તામાં સામેલ થાય, જેનાથી 40 વર્ષથી ચાલતા સંઘર્ષનો અંત થાય. 

વ્હાઈટ હાઉસના જણાવ્યાં મુજબ ટ્રમ્પે કહ્યું કે મેં તાલિબાનના નેતાઓ સાથે વાત કરી. અમારી આ વાતચીત સારી રહી. અત્રે જણાવવાનું કે 18 વર્ષના સંઘર્ષ બાદ યુએસ અને તાલિબાન વચ્ચે શનિવારે દોહામાં એક શાંતિ કરાર થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news